રાહુલ-પ્રિયંકાની અટકાયતના વિરોધમાં ભૂજ કોંગ્રેસે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો, પોલીસે કરી અટકાયત - રાહુલ ગાંધીની અટકાયત
કચ્છઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં દુષ્કર્મ બાદ હત્યાના કેસ મામલેે પીડિતાના પરિવારજનોને મળવા જઈ રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેના વિરોધમાં કચ્છના ભૂજ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભૂજ શહેરના મુખ્ય જુબેલી સર્કલ પાસે કાર્યકર્તા અને આગેવાનોએ સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવીને બેનર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ તકે ઉપસ્થિત પોલીસ દ્વારા કોંગ્રેસના 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.