પાટણ વોર્ડ નંબર-1માં ભાજપના કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
પાટણઃ સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહ અંતર્ગત કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રવિવારે પાટણ શહેર ભાજપ દ્વારા શહેરના વોર્ડ નંબર-1માં ફાટીપાળ દરવાજાથી પટેલ સમાજની વાડી સુધીના માર્ગ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભાજપાના આગેવાનો અને કાર્યકરોએ રોડ પર તેમજ રોડની સાઇડ પરનો કચરો દૂર કરી માર્ગની સફાઈ કરી હતી.