સુરેન્દ્રનગર કોરોના અપડેટઃ 34 નવા પોઝિટિવ કેસ સાથે કુલ આંક 538 - Corona
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 34 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ શહેરી વિસ્તારોમાં 14 અને તેમજ પાટડી, લીંબડી, ધ્રાંગધ્રા, ચોટીલા, થાન સહિતના તાલુકાના ગામોમાં 21 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.