ગુજરાત

gujarat

ETV Bharat / videos

સંવેદનશીલ સરકાર સંવેદનાહીન, ઉત્તરાખંડમાં ફેનીલ ઠક્કરનો મૃતદેહ પરિવારને હજુ નથી સોંપ્યો

By

Published : Jun 29, 2019, 4:01 PM IST

સુરતઃ સુરતથી ઉત્તરાખંડ ચાર ધામની યાત્રાએ ગયેલા 18 યુવકોના ગ્રુપને અકસ્માત નડયો હતો. જેમાં સુરતના ફેનીલ ઠક્કરનું અવસાન થયું હતું. મૃતક ફેનીલ ઠક્કરનો પરિવાર મૃતદેહ લેવા ઉત્તરાખંડ પહોચ્યો છે. છેલ્લા 14 કલાકથી પુત્રના મૃતદેહને સુરત લાવવા માટે પરિવાર મથી રહ્યો છે. તેમજ ગુજરાત સરકાર પાસે પરિવારે સહાય માંગી છે. આ ઉપરાંત, સુરતના સ્થાનિક વહીવટી તંત્ર તથા સુરતના કોઈ રાજકીય નેતા હજુ સુધી પરિવારની મદદે આવ્યા નથી, ત્યારે સંવેદનશીલ સરકારની સંવેદના પર સવાલો થાય છે.

ABOUT THE AUTHOR

...view details