ઉનાળામાં ખીલી ઉઠેલું અદભુત સમર બોલ ફૂલ
વડોદરાઃ શહેરના અકોટા વિસ્તારમાં આવેલી સનમુન પાર્ક સોસાયટીમાં સમર બોલ ફૂલ જોવા મળ્યું છે. મહેસાણા ખાતે રહેતો ધ્રુવાંગ ગોહીલ અકોટા વિસ્તારમાં આવેલા સનમુન પાર્ક સોસાયટીમાં રહેતા તેના મામાને ત્યાં આવ્યો હતો. તે અખબાર વાંચી રહ્યો હતો, તેમાં તેની નજર એક વિશેષ ફૂલ ઉપર પડી ત્યારે તેને લાગ્યું કે, આ અદભુત ફૂલ છે. આ ફુલ ફાયર બોલ લીલી અને સમર બોલ ફૂલ તરીકે ઓળખાય છે. આ ફૂલની ખાસિયત એ છે કે, તે વર્ષમાં વર્ષમાં એક જ વાર ઉનાળાના સમયમાં ઉગે છે અને ફક્ત 4 કે 5 દિવસ સુધી જ રહે છે. તેનો આકાર ગોળ દડા જેવો હોવાથી તેને સમર બોલ તરીકે ઓળખવામાં આવે છે.