સામૂહિક દુષ્કર્મના વિરોધમાં MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ
વડોદરા: MS યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વડોદરામાં થયેલ દુષ્કર્મના વિરોધમાં વિદ્યાર્થીઓ આરોપી વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને દુષ્કર્મના આરોપીઓને વહેલામાં વહેલી તકે ઝડપી પાડવામાં આવે તેવી માગ કરી હતી. ઘટનાના 4 દિવસ બાદ પણ સગીરા સાથે થયેલ દુષ્કર્મના આરોપીઓ હજૂ પણ પોલીસ પકડથી દૂર છે.