પાટણ યુનિવર્સિટીમાં ત્રિદિવસીય રમતોત્સવનો પ્રારંભ
પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રણ દિવસીય 31માં આંતર કોલેજ ખેલકૂદ રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ રમતોત્સવમાં પાંચ જિલ્લાની કોલેજોના વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં પોતાનો કૌશલ્ય બતાવશે. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથો સાથ સાંસ્કૃતિક અને ખેલ કૂદ સહિતની પ્રવૃતિઓમાં પણ ભાગ લઈ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે જે માટે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને વિદ્યાર્થીઓને પ્લેટ ફોર્મ પુરૂ પાડવામાં આવે છે. આ રમતોત્સવમાં યુનિવર્સિટી સંલગ્ન 60 કોલેજોના 800 વિદ્યાર્થીઓ કૂદ, ફેક,અને દોડમાં પોતાનો કૌશલ્ય બતાવશે. આ સ્પર્ધામાં યોગ્ય આંક પ્રાપ્ત કરનાર ખેલાડીઓ આગામી સમયમાં બેંગ્લોર ખાતે આયોજીત ઓલ ઈન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની સ્પર્ધામાં ભાગ લેવા જશે.
Last Updated : Nov 28, 2019, 12:00 AM IST