સૂર્યગ્રહણ નિહાળવા રાજકોટમાં વિજ્ઞાન જાથાએ કર્યું વિશેષ આયોજન
રાજકોટ: આજે રવિવારે કાંકણાકૃતિ સૂર્યગ્રહણ હતું. ત્યારે આજના દિવસે અલગ અલગ જિલ્લાના લોકોએ પોતાના ઘરે અથવા મિત્રો સાથે છત પર આ સૂર્યગ્રહણને નજરે જોવાની મજા માણી હતી ત્યારે રાજકોટની વિજ્ઞાનજાથા દ્વારા પણ સૂર્યગ્રહણને જોવાની વિષય આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ આપણે વર્ષોથી સૂર્યગ્રહણ વખતે ખાવાનું અને પાણી ફેંકી દઇએ છીએ, પરંતુ આ એક તુત છે. પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જતા આ ઘટના બને છે. જે માત્ર અવકાશી ઘટના છે. આ અંધશ્રદ્ધામાં પડવું નહીં. જેને લઈને વિજ્ઞાન જાથા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.