પોરબંદરમાં સોરઠી અને ફોદાળા ડેમ ઓવરફ્લો, NDRFની ટીમ તહેનાત - Porbandar samachar
પોરબંદરઃ રવિવારે પડેલા વરસાદના કારણે પોરબંદર જિલ્લાના અનેક ડેમો ઓવરફલો થયા છે. જેમાં બિલેશ્વર નજીક આવેલા ફોદાળા ડેમ ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત પોરબંદરના અડવાણા ગામ પાસે આવેલા સોરઠી ડેમ પણ ઓવરફ્લો થયો છે, જ્યારે અન્ય ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ખાસ કરીને ઘેડ પંથકમાં વરસાદના કારણે રસ્તાઓમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઇ જાય છે, ત્યારે પોરબંદર જિલ્લામાં નીચાણવાળા એરિયામાં રહેતા લોકોને સતર્ક રહી સલામત જગ્યાએ રહેવાની સૂચના વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી છે.