સુરતથી આવેલા લોકો પરમિશન સાથે માળિયા હાટીના પરત ફર્યા
જૂનાગઢ : દેશમાં લોકડાઉન છે. આ વચ્ચે માળિયા હાટીના તાલુકાના લોકો પરમિશન સાથે સુરતથી વતન ખાતે પરત ફર્યા હતા. જે તમામને બસ સ્ટોપ પર જ આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તમામને 14 દિવસના ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવશે.