પોરબંદરના સમુદ્રમાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, 3 નંબરનું સિગ્નલ લગાવાયું
પોરબંદરઃ હવામાન વિભાગની આગાહીના પગલે પોરબંદરમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતાઓના ભાગરૂપે ચેતવણી આપતાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને આગામી સમયમાં માછીમારો અને સમુદ્ર કિનારે રહેતા લોકોને સૂચિત પણ કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં રાણાવાવ, કુતિયાણા, પોરબંદર તાલુકાઓમાં ભારે વરસાદના પગલે નદી, નાળા, જળાશયોમાં પાણી ભરાય છે. ત્યારે ફરી હવામાન વિભાગની આગાહીથી લોકોએ સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે. પોરબંદરના સમુદ્રમાં 10થી 15 ફૂટ જેટલા મોજા ઉછળતા જોવા મળ્યા હતા.