પોરબંદરમાં જોવા મળ્યું સાઈબીરિયાનું યાયાવર પક્ષી, અભયારણ્યના કર્મચારીએ બનાવેલો વીડિયો વાઈરલ
પોરબંદરઃ શિયાળાની શરૂઆત થતાની સાથે જ પોરબંદરમાં આવેલા અભયારણ્યમાં અનેક યાયાવર પક્ષીઓનું આગમન થતું હોય છે. ત્યારે આ વખતે પણ પોરબંદરમાં એક યાયાવર પક્ષી ઊંચાઈ પર જોવા મળ્યું હતું. ત્યારે અભયારણ્યના એક કર્મચારીએ આ પક્ષીનો વીડિયો બનાવી લીધો હતો, જે વાઈરલ થઈ રહ્યો છે. અહીં યુરોપ સહિત સાઈબીરિયા જેવા ઠંડા પ્રદેશમાં વધુ ઠંડી હોવાથી પક્ષીઓ ભારત તરફ આવે છે. આ પક્ષીઓ ભારતમાં આવી આખો શિયાળું રોકાય છે. મોટા તળાવ અને સરોવરમાં તેમ જ મોટાભાગે દરિયાકાંઠા ભરાઈ રહેતા ખારા પાણીના અને મોટી નદીના વિસ્તારમાં જોવા મળે છે. શિયાળા દરમિયાન પાણીના ઝાડના ઠૂંઠા પર કે અન્ય એવી કોઈ જગ્યાએ તે બેસીને સપાટી પર તરતી માછલી નજરમાં આવે તે તરત પાણીમાં ડાઈવ મારી માછલાનો શિકાર કરે છે.