સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના સ્વિમિંગ પુલની ટાઇલ્સ ઉદ્ઘાટન પહેલા નીકળી જતા કામગીરી સામે ઉઠ્યા સવાલ - સ્વિમિંગ પુલ
વલસાડઃ જિલ્લાના ધરમપુર ખાતે ત્રણ દરવાજા નજીકમાં બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અંદાજિત 1 કરોડ 41 લાખના ખર્ચમાં બની રહ્યું છે. જો કે, તે બનીને તૈયાર થાય તે પહેલાં જ તેની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ધરમપુર નગરપાલિકા દ્વારા નગરજનોને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થાય અને ખેલકૂદમાં તેમની રુચિ વધે તેવા હેતુસર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સ્પોર્ટસ કોમ્પલેક્સમાં બનાવવામાં આવેલા સ્વિમિંગ-પુલની કેટલીક ટાઈલ્સો ઉઠી ગઈ છે. જેને લઇને કેટલાક લોકોએ ઉખડી ગયેલા ટાઇલ્સના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ધરમપુર નગરપાલિકા પ્રમુખ સાથે વાતચીત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે, સ્વિમિંગ પુલ બનાવવામાં ત્રણ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને આ ત્રણ સ્ટેજની વચ્ચે જે ટાઈલ્સો લગાવવામાં આવી છે, તે એર જનરેટ થતાની સાથે નીકળી ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.