પાટણમાં કોરોના મહામારીથી મૃત્યુ પામેલાના પરિવારને આર્થિક સહાય આપવાની માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું
પાટણ : કોવિડ-19 મહામારીને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને આર્થિક સહાય તેમજ દેશના તમામ નાગરિકોના મિલ્કતવેરા અને વીજ બિલ માફ કરવાની માગ સાથે ગુજરાત અનુસૂચિત જાતિ એકતા મંચ પાટણના આગેવાનોએ ચીટનીશ ટુ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.