વડોદરાના સાવલી તાલુકાના મનજુસર ગામે સેવસેતુ કાર્યક્રમ યોજાયો - Manjusar village
વડોદરા: જિલ્લા સાવલીના મનજુસર ગામે રાજ્યસરકારના અભિગમ સરકારની વિવિધ લોક ઉપયોગી યોજનાનો લાભાર્થીને ઘર આંગણે મળી રહે તે શુભઆશયથી મનજુસર ગામની પ્રાથમિકશાળાના પ્રાંગણમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. મનજુસર પંથકના અરજદારઓને પૈસા અને સમયની બચત કરાવી ઘર આંગણે જ આવકના દાખલા, જાતિના દાખલા આરોગ્ય સેવામાં અમૃતમ કાર્ડ રિન્યુ જેવી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે મનજુસર ગ્રામપંચાયતના સરપંચ પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી, એમ.ડી, રબારી ટીમ સાથે સામાજિક કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા.