કેશોદ તાલુકાના અખોદર ગ્રામ પંચાયતના સરપંચ સસ્પેન્ડ અને સભ્ય ડિસક્વોલીફાઈડ
જૂનાગઢઃ કેશોદ તાલુકાના અખોદર ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ અને એક સભ્યને તાલુકા વિકાસ અધિકારીએ ડિસક્વોલીફાઈડ કર્યા છે. અખોદર ગામના સરપંચ કાંતા ભેડા તેમજ સભ્ય સોનલ નંદાણિયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરપંચ સામે અવિશ્વાસનો પ્રસ્તાવના મતદાનમાં સરપંચ તરફે 1 અને 7 વિરુદ્ધમાં મત પડતા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે સભ્ય સોનલને 3 બાળકો હોવાને કારણે તાલુકા વિકાસ અધિકારીએ ડિસક્વોલીફાઈડ કર્યા હતા. 12 જૂનના રોજ આ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ હતી.