જૂનાગઢમાં સ્થળાંતરિત કરાયેલા લોકોને આપવામાં આવ્યા ફૂડ પેકેટ - vayu cyclone
જૂનાગઢઃ માંગરોળના દરીયાકાંઠા વિસ્તારના ગામોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાઓમાં સમાવેશ કરવામાં આવ્યા છે ત્યારે ચારે તરફથી તમામ સેવા સમિતિઓએ લોકો માટે જમવા તેમજ ફુડ પેકેટ સહીતની સહાયોની લાણી થઈ રહી છે. જેમાં માછીમારોને સ્થળાંતર કરીને શારદાગ્રામ કોલેજમાં રાખવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, લોકોને જમવા માટે માંગરોળ મુસ્લિમ સમાજ દ્વારા ફુડ પેકેટ અપાઇ રહ્યા છે તો બીજી તરફ માંગરોળના દાતા મેરામણભાઇ યાદવ પણ મુરલીધર વાડી ખાતે જમણવાર શરૂ કરવામાં આવ્યો છે. માંગરોળ ખાતે વધુ બે NDF ની ટીમ આવી પહોચી છે અને આવતાની સાથે જ રેશ્કયુ કરીને 400 લોકોને સુરક્ષીત સ્થળે ખસેડાયા છે. જયારે બીજી તરફ અસર ગ્રસ્તોની મુલાકાતે પ્રધાન જવાહરભાઇ ચાવડાએ આવીને અસર ગ્રસ્તોની મુલાકાત કરી હતી હતી.