ગુજરાતની પોલીસનું પરાક્રમ, પોલીસે કર્યો મીડિયાકર્મી પર હુમલો - manish dodiya
જૂનાગઢ: જિલ્લામાં સ્વામિનારાયણની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો હતો ત્યારે ચૂંટણી બપોરના 4 કલાકે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ ગઇ હતી. ત્યાર બાદ ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં આચાર્ય પક્ષે દેવ પક્ષ પર હુમલો કર્યો હતો. જેમાં સૂત્રોના જણાવ્યાં અનુસાર, આ હુમલો હાર ભાળનારા પક્ષે કર્યો હતો અને તે સમગ્ર ગરમા ગરમીમાં સવારથી લઇને સાંજ સુધીનું આ કવરેજ કરનાર એક ખાનગી ચેનલના મીડિયા કર્મી પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જે સરકારની આ એટલી નિર્દયતા કહેવાય કે તેને ચોથી જાગીર પર હુમલો કર્યો હતો. સ્વામી પર થયેલા હુમલાને રોકવામાં પોલીસ નિષ્ફળ રહી હતી.