'નમસ્તે ટ્રમ્પ' કહેવા રુપાણી સરકારે VVIPઓ માટે આ ખાસ વ્યવસ્થા
અમદાવાદઃ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ આજે અનોખા હિલોળે ચડી છે કારણ કે વિશ્વના બે મહાન લોકશાહી તંત્રના સત્તાધીશોનું મૈત્રીપૂર્ણ મહામિલન યોજાઈ રહ્યું છે. આ અવસરે અમેરિકન સિક્રેટ સર્વિસ તેમ જ દેશ અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ દ્વારા ડગલેપગલે ગોઠવાયેલી સુરક્ષા વ્યવસ્થાને અનુસરી આમંત્રિતોને લઇને જીએમડીસી ગ્રાઉન્ડ પરથી વોલ્વો બસમાં મોટેરા સ્ટેડિયમ તરફ રવાના કરવામાં આવ્યાં હતાં. આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ અમેરિકન રાષ્ટ્પ્રમુખ donald trump અમદાવાદ આવવાના છે ત્યારે મોટેરા સ્ટેડિયમ ખાતે જવા માટે ગુજરાતનું પ્રધાનમંડળ પોતાની વીવીઆઈ સ્ટેટસને બાજુએ મુકીને સુરક્ષા એજન્સીઓએ કરેલી વ્યવસ્થા મુજબ ગાંધીનગરથી તો અન્ય વીવીઆઈપીઓને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડથી મોટેરા સ્ટેડિયમ જવા વોલ્વો સહિતની લક્ઝરી બસનો ઉપયોગ કરી રહ્યું છે.અન્ય ક્ષેત્રોના વીવીઆઈપીઓને મોટેરા સ્ટેડિયમ જવા માટે એમડીસી ગ્રાઉન્ડથી વોલ્વો લક્ઝરી બસો મુકવામાં આવી છે તેનું કારણ કે સિક્યુરિટીની વ્યવસ્થા જળવાઇ રહે અને અલગઅલગ સિક્યુરિટી ઝોનમાંથી તેઓને પસાર થવું ન પડે તે માટે જીએમડીસી ગ્રાઉન્ડથી મોટેરા ગ્રાઉન્ડ સુધી આમંત્રિતોને લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છેઆ માટે ગુજરાતના અલગઅલગ શહેરોમાંથી આમંત્રિતોને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી જ અલગઅલગ પ્રકારના સ્ટેડિયમ સ્પેશિયલ સર્વિસ તેમ જ ગોલ્ડ-સિલ્વર તેવા અલગ અલગ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી આમંત્રિતોને મોટેરા સ્ટેડિયમમાં જવાં માટે અન્ય કોઈપણ પ્રકારની તકલીફ ન પડે.