ડાંગના ચિંચવિહિર ગૃપ ગ્રામ પંચાયતના લોકો દ્વારા શ્રમદાનથી માર્ગની મરામત
ડાંગ: જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં પ્રજાની જાગૃતા કહો કે સરકારી તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્કાળજી, હવે પ્રજા જાગૃત થઇને નેતા અને સરકારી તંત્રની પોલ ખોલી રહી છે અને રસ્તાઓનુ પેંચિગ કામ અને મરામતનું કામ જાતે જ કરી રહી છે અને એના અહેવાલો અગાઉ પણ સમાચારોમાં પ્રસિદ્ધ થયા હતા. છતાં પણ જાણે સરકારી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય એવું માલુમ પડી રહ્યું છે. ત્યારે હવે ચિંચવિહીર ગૃપ ગ્રામ પંચાયતની પ્રજા પોતે જાગ્રત થઇને હવે જુનેર ગામથી આવડયામાળ સુધીના રસ્તા માટે શ્રમદાન કરી મરામતનુ કામ કરી વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓને રાહત આપવાનુ કામ કરી રહ્યા છે.