ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગુજરાતમાં રિસોર્ટ પોલિટિક્સ, કોંગી ધારાસભ્યો રાજકોટ પહોંચ્યા - પરેશ ધાનાણી

By

Published : Jun 6, 2020, 12:43 AM IST

રાજકોટઃ ગુજરાતમાં 4 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે ફરી એકવાર ગુજરાતમાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના 8 જેટલા ધારાસભ્યો દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. જેથી કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણી પહેલા પોતાના ધારાસભ્યને અન્ય સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂના ફાર્મ હાઉસમાં કોંગી ધારાસભ્યોને લાવવામાં આવશે. ધારાસભ્યોના આવ્યા અગાઉ શુક્રવારે લલિત વસોયા અને મોહમ્મદ જાવેદ પીરજાદા રાજકોટના નિલસિટી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યારે શનિવારે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોની અહીં બેઠક મળવાની છે. જેની આગેવાની વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડીયા લેવાના છે.

ABOUT THE AUTHOR

...view details