જૂનાગઢમાં ફાયર વિભાગે કર્યું વરસાદી પાણીમાં ફસાયેલા યુવાનનું રેસ્ક્યુ - ભારે વરસાદ
જૂનાગઢઃ જિલ્લામાં મંગળવારે બપોર બાદ જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડતા શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ગીરનાર પર્વત પર પણ ભારે વરસાદ પડતા મોટા ભાગના ઝરણાઓ અને ચેક ડેમો છલકાયા છે. ભવનાથમાં આવેલા નારાયણ ધરોમાં ન્હાવા પડેલા એક યુવાના ધરોમાં ફસાયો હોવાની વિગત જૂનાગઢ ફાયર વિભાગને મળી હતી. જેને લઈને યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વરસાદી પાણીમાં ફસાયેલા યુવકે બાજુમાં આવેલા એક વૃક્ષ પર ચડી જઈને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે જઈને પૂર્ણા નદીના પાણીમાં ફસાયેલા યુવકને દોરડા મારફતે હેમખેમ બહાર કાઢ્યો હતો.