કેશોદના સ્મશાનમાં રીપેરીંગ કામ શરૂ કરાયું, સાત મહિના પહેલા જ થયું હતુ બાંધકામ - કેશોદ નગર પાલિકા
જૂનાગઢ: નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં સાત મહીના પહેલાં 1 કરોડથી વધુના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ બાંધકામ નબળું હોવાને કારણે છતમાંથી પાણી પડી રહ્યું હતું. જેની અનેક રજૂઆતો કેશોદ નગરપાલિકા કચેરી, નગરપાલિકા નિયામક સહીતને કરવામાં આવી હતી. છતાં કોઈ પ્રશ્ન હલ ન થતાં કેશોદની સામાજીક કાર્યકરો સામાજીક સંસ્થાઓ અને શહેરીજનો દ્વારા સ્મશાનમાં રામધૂન બેસાડી ઉગ્ર વિરોધ કરી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારબાદ રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું.