વડોદરા ધારાસભા હોલમાં VCCI દ્વારા ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું
વડોદરાઃ જિલ્લા કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં રાજ્ય પ્રધાન યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ અને કલેક્ટર શાલિની અગ્રવાલની ખાસ ઉપસ્થિતિમાં VCCI દ્વારા ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું. ઓનલાઇન યુગમાં ડિજિટલ પ્રકાશન વધતું જાય છે અને પુસ્તક પ્રકાશન ઘટતું જાય છે. તેવા સમયે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટરીઝ VCCI દ્વારા પુસ્તકના રૂપમાં વડોદરા શહેર અને જિલ્લાના ઉદ્યોગોની દળદાર માર્ગદર્શિકા એટલે VCCI ડિરેક્ટરી જેનું વિમોચન આજે રવિવારે કલેક્ટર કચેરીના ધારાસભા ખંડમાં ખાસ સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળીને નર્મદા વિકાસ રાજ્ય પ્રધાન યોગેશભાઈ પટેલ સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ અંગે VCCIના હેમંતભાઈએ જણાવ્યું હતું કે, ચીની માલ સામાનના સ્વદેશી વિકલ્પોની શોધના આ સમયમાં આ ડિરેક્ટરી આવા માલ સામાનના સ્વદેશી ઉત્પાદકોની શોધ સરળ બનાવશે.