મોડાસામાં માસ્ક અંગે ETV BHARATનું રિયાલીટી ચેક, લોકોએ બનાવ્યા અહીબો-ગરીબ બહાના - માસ્ક મુદ્દે મોડાસામાં રિયાલીટી ચેક
અરવલ્લીઃ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે. જેમાં માસ્ક પહેરવું ફરજીયાત છે. જો કે, કેટલાક બેદરકાર લોકો આમ છતાં માસ્ક પહેરતા નથી, ત્યારે ETV BHARATની ટીમે મોડાસમાં રિયાલીટી ચેક કર્યું હતું. જેમાં લોકો માસ્ક વિના ફરતા જોવા મળ્યા હતા. આ લોકોને જ્યારે માસ્ક અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે અજીબો-ગરીબ બહાના બનાવ્યાં હતા.