ગુજરાત

gujarat

By

Published : May 24, 2019, 12:36 AM IST

ETV Bharat / videos

પંચમહાલ લોકસભા બેઠક પરથી રતનસિંહ રાઠોડની જીત

પંચમહાલઃ લોકસભા 2019ની ચૂંટણીમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં આ વખતે ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે પંચમહાલમાં પણ ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડની જીત થઇ છે. ભાજપના રતનસિંહ રાઠોડ તેમના હરીફ અને કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાંટ સાથે સીધી સ્પર્ધામાં હતા. ગણતરીના શરૂઆતથી જ રતનસિંહ રાઠોડે સરસાઈ જાળવી રાખી હતી. જે છેલ્લે સુધી જાળવી રાખતા જંગી બહુમતીથી જીત મેળવી પંચમહાલમાં પણ ભાજપનું કમલ ખીલવવાની પરંપરા જાળવી રાખી હતી.

ABOUT THE AUTHOR

...view details