મોડાસા સબ જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ - રક્ષાબંધન
અરવલ્લી: મોડાસાની સબ જેલ ખાતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરની મહિલાઓએ જેલના કેદી બંધુઓને રાખડી બાંધી હતી.ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષા બંધનનો તહેવાર હર્ષોલ્લાસથી મનાવાય છે. બહેન ભાઈની રક્ષા માટે હાથના કાંડે રાખડી બાંધી દુર્ઘાયુંની કામના કરે છે. મોડાસાની સબ જેલ ખાતે વિવિધ સામાજિક સંસ્થાઓની બહેનો તેમજ ધાર્મિક ક્ષેત્રે જોડાયેલા આગેવાનોએ જેલના કેદી બંધુઓને રાખડીઓ બાંધી હતી. કેદીબંધુઓ પાસેથી બહેનોએ રાખડી બાંધી સમાજ જીવન માટે ઉપયોગી કાર્ય કરવાનું વચન માંગ્યું હતું. તો કેદીબંધુઓએ પણ બહેનોને સમાજ માટે ઉપયોગી બનવાનું વચન આપ્યું હતું.