વિજયાદશમી પર્વને અનુલક્ષીને વાપીમાં રાજપૂત સમાજે કરી શસ્ત્રોની પૂજા
વલસાડઃ જિલ્લાના વાપીમાં વસતા ક્ષત્રિય પરિવારો દ્વારા વાપી નજીક આવેલા છરવાડા ખાતે દશેરા નિમિત્તે શસ્ત્રોનું પૂજન કર્યું હતું. માતાજીની આરતી ઉતારી હથિયારોને કુમકુમ તિલક કરી વિશેષ પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના અગ્રણી અને જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દશેરાનું પર્વ રાજપૂત સમાજ માટે દિવાળીના પર્વ સમાન છે. આ દિવસે તેઓ માં આશાપુરાની પૂજા અર્ચના કરી શસ્ત્રોનું પૂજન કરે છે. શસ્ત્ર પૂજન અને સન્માન કાર્યક્રમ દરમિયાન રાજપૂત યુવકે તલવારબાજી કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.