રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં જ જળ સંકટની સમસ્યા સર્જાશે - latest news of water
રાજકોટ : મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન એવા રંગીલા રાજકોટમાં ઉનાળા પહેલા જ પાણી સમસ્યા સર્જવાના એંધાણ દેખાઈ રહ્યા છે. રાજકોટના હાલ પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયો આજી 1માં 30 માર્ચ જ્યારે ન્યારીમાં આગામી 30 એપ્રિલ સુધીમાં પાણી પૂર્ણ થઈ જશે. જેને લઈને મહાનગરપાલિકાએ ચિંતા વ્યક્ત કરી છે અને રાજકોટમાં પાણી મામલે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. જો કે, રાજ્ય સરકારને લખેલા પત્રને હજુ સુધી કોઈ જવાબ ન આવતા રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા શહેરમાં પાણી અંગેની સમીક્ષા બેઠક પણ બોલવાઇ છે. ઉલ્લેખનીય છે કે, આગામી 15 માર્ચ પહેલા રાજકોટમાં સૌની યોજનાનું પાણી નહિ આવે તો ઉનાળા પહેલાજ રાજકોટમાં જળ સંકટ સર્જવાના એંધાણ છે.