રાજકોટમાં સસ્તા અનાજનું કૌભાંડ, ચાર દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ
રાજકોટ: જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોના હકનું અનાજ બારોબાર વેચી નાખવાનું કૌભાંડ સામે આવતા પૂર્વ તંત્ર એલર્ટ થયું હતું. આજે વધુ ચાર જેટલી દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટના સસ્તા અનાજના દુકાનના વેપારીઓ દ્વારા ગ્રાહકોના ફિંગર થમ્બ ઇમ્પ્રેશન લીધા વગર બારોબાર અનાજ વેચી નાંખતા હતા. આ મામલે રાજકોટની વિવિધ વિસ્તારોમાં આવેલી સસ્તાની અનાજની દુકાનોમાં દરોડા પાડવામાં હતા અને જિલ્લા કલેક્ટરે વધુ ચાર દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા. પહેલા પણ અમદાવાદ સાયબર સેલ દ્વારા આ મામલે 5 કરતા વધારે આરોપીનોની ધરપકડ કરી છે. આ કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.