રાજકોટઃ ગોંડલ, જામકંડોરણા સહિતના પંથકમાં કમોસમી વરસાદ - Rain in Gondal
રાજકોટઃ જિલ્લાના ગોંડલ, જામકંડોરણા, કોટડાસાંગાણી, કોલીથડ સહિતના પંથકમાં અસહ્ય બફારા બાદ વાદળ છાયા વાતાવરણ અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. આ વિસ્તારોમાં ખૂબ જ ઠંડક પ્રસરી ગઇ હતી પરંતુ આ સાથે કોરોનાની મહામારી વચ્ચે વરસાદનું આગમન થતાં લોકોમાં ચિંતાનું મોજુ પણ ફરી વળ્યું છે.