રાજકોટનું પ્રદ્યુમ્ન પાર્ક દીપડાની પૂરી તપાસ બાદ ત્રણ દિવસે ફરી ખુલ્લું મૂકાયુ
રાજકોટઃ રાજકોટના જાણીતા પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં દીપડો ઘુસી આવવાની દહેશતને પગલે ઝૂને સહેલાણીઓની સુરક્ષા માટે બંધ રાખવામાં આવ્યું હતું. આ સંદર્ભેે વનવિભાગ દ્વારા ઝૂના અલગઅલગ વિસ્તારમાં સત્તત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ દીપડો ઝૂમાં હોવાના કોઈ નક્કર પુરાવા મળ્યાં નહોતાં. બીજી તરફ ઝૂમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં દીપડાને બદલે શ્વાન દેખાયા હોવાનું પણ સામે આવ્યું હતું. જેને લઈને વન વિભાગ દ્વારા ઝૂને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે. જરુરી તમામ તપાસ બાદ સુરક્ષિત જાહેર થતાં રાજકોટ ઝૂને ત્રણ દિવસ બાદ ફરી ખુલ્લું મુકવામાં આવ્યું હતું.