શ્રાવણ માસ દરમિયાન સુરક્ષિત રહી ધાર્મિક ઉત્સવ ઉજવવા રાજકોટ પોલીસની અપીલ
રાજકોટઃ દેશમાં કોરોના વાઈરસના કારણે હજારો લોકોના મોત થઈ રહ્યા છે. તેવામાં આવતીકાલથી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે જેને લઈને રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે શહેરીજનોને ખાસ અપીલ કરી છે કે શ્રાવણ માસ દરમિયાન મંદિર અને ધાર્મિક સ્થળોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પણે પાલન કરવું, તેમજ મંદિરમાં દર્શન કરતી વખતે ટ્રાફીક ન થાય તેનું પણ ધ્યાન રાખવું, વારંવાર સેનેટાઇઝર વડે હાથ સાફ કરવા જેવી બાબતોનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે. પોલીસ કમિશ્નરે વધુમાં જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન રાજકોટના મુખ્ય મંદિરમાં પણ વધુ પ્રમાણમાં ટ્રાફીક ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અનલોક-2માં રાજકોટ શહેર અને ગ્રામ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે જેને લઈને રાજકોટ તંત્ર પણ ચિંતિત છે.