જૂનાગઢના માણાવદરમાં સર્જાયું વરસાદી વાતાવરણ, બે થી અઢી ઇંચ વરસાદ ખાબક્યો - વરસાદી વાતાવરણ
જૂનાગઢ : જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જેમાં માણાવદર તાલુકામાં બે થી અઢી ઇંચ વરસાદ તુટી પડતા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતાં. જેના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી. જ્યારે વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.