ગોંડલમાં વરસાદી ઝાપટાંએ ખેડૂતોની ચિંતામાં કર્યો વધારો
રાજકોટ: ગોંડલ પંથકમાં મંગળવારે વાતાવરણમાં એક જ દિવસમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુનો અનુભવ થયો હતો. મંગળવારે સવારે ઝાકળ વર્ષા જોવા મળી હતી. જ્યારે બપોરે અસહ્ય ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરાંત સાંજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે ગોંડલ શહેરના થોડા વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જેને લઇને ખેડૂતો ચિંતાતુર બન્યાં હતાં.