રાજકોટમાં કમોસમી વરસાદ, ખેડૂતો મુકાયા ચિંતામાં
રાજકોટ: શહેરમાં 8 વાગ્યાની આસપાસ ભારે વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે રાજકોટના ગ્રામ્ય પંથકના ગોંડલ, કાલાવડ અને લોધિકામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતાં. હાલ શિયાળાની શરુઆત હોય વહેલી સવારે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે આજે કમોસમી વરસાદ પડતા લોકોમાં પણ કુતુહલ સર્જાયું છે. બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પંથકના ખેડૂતોએ હાલ ખેતરમાંથી પાક ઉપાડી લીધો હોય તેમના પર પડ્યા પર પાટુંની પરિસ્થિતિ ઉભી થઇ છે.