ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
ભરૂચ: શહેર અને જિલ્લામાં ચોમાસું જાણે હવે જામ્યું છે. બંગાળની ખાડીમાં સાયક્લોન સિસ્ટમ સર્કિય થતા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજા શ્રાવણના સરવડા વરસાવી રહ્યા છે. ભરૂચ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, સેવાશ્રમ રોડ, પાંચબત્તી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના પગલે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા ભરૂચ 16 મી.મી. , અંકલેશ્વર 12 મીમી, વાલિયા 2 ઇંચ, વાગરા 13 મીમી, હાંસોટ 1 ઇંચ, નેત્રંગ 2 ઇંચ, જંબુસર 6 મીમી, આમોદ 1 મીમી, ઝઘડિયામાં 20 મીમી વરસાદ વરસ્યો છે.