ગાંધીનગરમાં વરસાદનું ફરી આગમન
ગાંધીનગર: હવામાન ખાતા દ્વારા સમગ્ર ગુજરાતમાં આવતા પાંચ દિવસ માટે ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં સાંજે ધોધમાર વરસાદ શરૂ થવાના કારણે ઓફિસ છૂટવાના સમય હોવાથી રોજિંદી નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ વાહન ચાલકો રોડ પર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઇ રહેવાના કારણે હેરાન થતા જોવા મળ્યા હતા. ત્યારે હજુ તો આજે હવામાન ખાતાનાં જણાવ્યાં મુજબ પ્રથમ દિવસ છે અને હજુ બીજા ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે.