અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર યથાવત, સતત બીજા દિવસે ખાંભા પંથકમાં પડ્યો વરસાદ - Rain in Amreli
અમરેલીઃ જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર યથાવત છે, સોમવારે અમરેલીના લાઠી, લીલીયા, બાબરા અને ખાંભામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, ત્યારે મંગળવારે પણ ભર ઉનાળે ચોમાસા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા, અને સતત બીજા દિવસે ખાંભા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેથી ખેડૂતોમાં ચિંતા વધી છે, ઉનાળુ પાક અને કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જવાનો ભય જગતના તાતને સતાવી રહ્યો છે.