વડોદરામાં સરકારી અનાજનો જથ્થો યાર્ડમાં મૂકી રાખતા રેલવે કોન્ટ્રાક્ટરે તંત્ર સામે ઠાલવ્યો રોષ
વડોદરાઃ મધ્ય પ્રદેશથી 1,328 મેટ્રીક ટન ઘઉંનો જથ્થો રેલવે મારફતે વડોદરા ખાતે આવી પહોંચ્યો હતો. જો કે, આ જથ્થો ગોદી ખાતે ઉતારવાના બદલે યાર્ડમાં મૂકી રાખતા કોન્ટ્રાક્ટરે નારાજગી વ્યક્ત કરી છે. ગોદીના સુપરવાઈઝર સુરેશ પ્રજાપતિએ ગોદીમાં જીપ્સમ અને સિમેન્ટ ખાલી કરવાના હોવાથી અનાજનો જથ્થો સાઈડ પર મુકવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જીપ્સમ તેમજ સિમેન્ટનો જથ્થો ઉતારવાના કારણે અનાજના જથ્થા પર જીપ્સમ અને સિમેન્ટ ઉડતી હોવાનું પણ નજરે પડ્યું હતું.