અમદાવાદ: લોકડાઉનમાં RAFના જવાનો તૈનાત, સેફ ડિસ્ટન્સ સાથે ખડેપગે હાજર
અમદાવાદ: કોરોના વાઈરસના પગલે લોકડાઉન કરવામાં આવ્યું છે. તેવામાં શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો લોકડાઉનનું પાલન કરે તે માટે શહેરના સંવેદનશીલ વિસ્તાર એવા દરિયાપુર, શાહપુર, ખાનપુર, કાલુપુર, લાલદરવાજા, મિર્ઝાપુર, જમાલપુર સાહિતના વિસ્તારોમાં રેપીડ એક્શન ફોર્સના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અને SRPની ટીમ તો બંદોબસ્તમાં છે. પરંતુ લોકો ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરે તે માટે RAFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત 24 કલાક આ ટીમ અલગ-અલગ વિસ્તારમાં ખડેપગે હાજર રહશે. કોરોના વાઈરસ ના ફેલાય તેની સાવચેતી RAFના જવાનોએ રાખી છે અને માસ્કનો ઉપયોગ કર્યો છે. ઉપરાંત કેટલાક ફૂટનું અંતર પણ રાખીને ઉભા રહ્યા છે.