નવસારીમાં જનતા કરફ્યૂને સજ્જડ પ્રતિસાદ
નવસારીઃ જિલ્લામાં લોકોએ સ્વયંભૂ જનતા કરફ્યૂમાં જોડાઈને દેશસેવાનું રણશીંગુ ફુક્યું છે. શહેર અને જિલ્લાની 95 ટકા દુકાનો બંધ રાખવામાં આવી છે. આ સાથે ઉદ્યોગો પણ બંધ રાખવામાં આવ્યા છે. જેની સાથે જિલ્લાવાસીઓએ પણ બહાર આવવાનું ટાળ્યું છે. આજે સવારથી જ લોકો બહાર નીકળવાનું નહિવત કરી દેતા શહેરના માર્ગો પર સન્નાટો જોવા મળી રહ્યો છે. જીવલેણ કોરોનાના વાઇરસને માત આપવા લોકોએ તૈયારી બતાવી છે. દેશના વડાપ્રધાનની એક અપીલને લઈને લોકો પણ જાગૃત થયા છે. છતાં પણ કોઈ અસર બાકી ન રહે તે માટે પાલિકા દ્વારા સતત લોકોને ઓટો રિક્ષાના સ્પીકર પર સતત સૂચનાઓ આપવામાં આવી હતી. જો કે, આવશ્યક સેવાઓ જેવી કે, હોસ્પિટલ અને અનાજ કારીયાણા, મેડિકલ સ્ટોર, પેટ્રોલ પમ્પ અને શાકભાજી માર્કેટ ખુલ્લી રાખવામાં આવી છે.