ભાવનગરમાં પ્રથમ દિવસે કરફ્યૂને લઈને પ્રજાનો સહકાર - રાત્રી કરફ્યૂ
ભાવનગર: શહેરમાં કરફ્યૂના પ્રથમ દિવસે રાત્રીના 8 કલાકે IG સહિત DSPનો કાફલો શહેરના મુખ્ય વોરા બજારમાં ઉપસ્થિત રહ્યો હતો. ઘોઘાગેટ ચોકમાં લોકોને માસ્ક આપીને IGએ કરફ્યૂનો પ્રારંભ કરાવ્યો હતો, તો બાદમાં કલેક્ટરે પણ ઘોઘાગેટ ચોકમાં હાજરી આપી હતી. પ્રથમ દિવસે વેપારીઓએ સ્વયંભૂ સમયસર દુકાનો બંધ કરતા 99 ટકા પ્રજાનો સહકાર હોવાનું DSP જયપાલસિંહ રાઠોરે જણાવ્યું હતું.
Last Updated : Apr 8, 2021, 6:26 PM IST