કાયદાના અમલ અને સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ આવી,હેલ્મેટની માગમાં થયો વધારો
અરવલ્લી: મોટર વ્હિકલ એક્ટ લાગુ થયા બાદ શહેરમાં હેલ્મેટની માગમાં વધારો થયો છે.બજારમાં ISI માર્કવાળા હેલ્મેટની કિંમત 500 રૂપિયાથી શરૂ થાય છે.જ્યારે,ફૂટપાથ પર આ હેલ્મેટ 600 રૂપિયા સુધીમાં મળી જાય છે.જાગૃત નાગરિકો ISI માર્કવાળો હેલ્મેટ ખરીદવાનું વધુ પસંદ કરે છે. બજારમાં મહિલાઓ માટે અવનવી ડિઝાઈન અને વિવિધ કલર વાળા હેલ્મેટની માગ વધી રહી છે.