કોરોના વોરિયર્સ અને પોઝિટિવ દર્દીઓ માટે સુમુલ ડેરી દ્વારા પ્રોડક્ટ લોન્ચ કરાઇ
સુરત : કોરોનાની વિશ્વ મહામારી સામે લડી રહેલા કોરોના વોરિયર્સ અને પોઝિટિવ દર્દીઓ માટે સુરત સુમુલ ડેરી દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે એક ઇમ્યુનિ પાવર નામનું પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. સુરત ખાતે આજ રોજ યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલના ડિન, પૂર્વ કલેક્ટર અને રાજ્ય સરકારના કોરોના માટે નિમણૂંક કરવામા આવેલા સ્પેશિયલ ઓફિસર, આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશ્નર તેમજ સુરત સુમુલના ચેરમેન પણ હાજર રહ્યા હતા. આ તકે સુમુલના ચેરમેન સહિતનાઓએ સોસીયલ ડિસ્ટનસિંગ રાખી આ પ્રોડક્ટ લોન્ચ કરી હતી. જ્યાં સુધી કોરોનાની મહામારી ચાલશે ત્યાં સુધી કોરોના વોરિયર્સ અને પોઝીટીવ દર્દીઓને આ પ્રોડક્ટ વિના મૂલ્યે આપવામાં આવશે. ઇમ્યુનિ નામનો આ પાવડર ઉફાળા દૂધ, અથવા પાણીમાં લઈ શકાય છે. જે કોરોના સામે ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ બનશે.