ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરેન્દ્રનગરમાં લોક મેળાની તડામાર તૈયારી શરુ

By

Published : Aug 22, 2019, 12:05 PM IST

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં વર્ષોથી પરંપરાગત રીતે જન્માષ્ટમીના લોકમેળાનું નગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.સુરેન્દ્રનગર મેળાના મેદાન તેમજ વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના લોકમેળાનું પાંચ દિવસ માટે વર્ષોથી આયોજન કરવામાં આવે છે. લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન સુરેન્દ્રનગર ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં યુવાનો સહિત મેળાના રસિકો મોજ માણવા ઉમટી પડશે. મેળા સાથે દરરોજ રાત્રે લોકડાયરો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. જેમાં ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા રમઝટ બોલાવવામાં આવશે. આમ ઝાલાવાડના સુપ્રસિધ્ધ સુરેન્દ્રનગર અને વઢવાણ જન્માષ્ટમીના લોકમેળામાં આવતી કાલથી જનમેદની ઉમટી પડશે.

ABOUT THE AUTHOR

...view details