પોરબંદરમાં ઈદગાહ મસ્જિદમાં લોકોએ મળી સફાઈ કરી - ઈદગાહ મસ્જિદ
પોરબંદરઃ શહેરમાં લાયન્સ ક્લબ પોરબંદર સુની અંજુમને ઇસ્લામ પોરબંદર તથા નાની મીર સુન્ની મુસ્લિમ જમાત દ્વારા પોરબંદરમાં આવેલ ઈદગાહ મસ્જિદની સફાઈનું અભિયાન હાથ ધરાયું હતું. જેમાં તમામ સંસ્થાઓના કાર્યકરોએ સાથે મળી મસ્જિદની સફાઈ કરી હતી. સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત 'સાફ હો સ્વચ્છ હો મેરા પોરબંદર શહેર હો' ના નારા સાથે આ અભિયાન શરૂ કર્યું છે. જેમાં આજે ઇદગાહ મસ્જિદમાં સર્વે કાર્યકર મળ્યા હતા અને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.