પોરબંદરના સાંસદ રમેશ ધડુક ઘેડ અને કુતિયાણાની મુલાકાતે - MP Ramesh Dhaduk
પોરબંદર : જિલ્લામાં વરસાદના કારણે કુતિયાણા તથા ઘેડ વિસ્તારમાં ખેતરોમાં અને ઘરોમાં પાણી ઘુસ્યા હતા. ત્યારબાદ NDRFની ટીમે ઘટના સ્થળે પહોંચીને લોકોના સ્થળાંતર કર્યા હતા. ત્યારે ખેડૂતો તેમજ લોકોની મુલાકાતે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક તેમજ કુતિયાણા મનપાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરા સહિતના અગ્રણીઓએ લોકોની પરિસ્થિતિ તેમજ રસ્તાઓ સહિતની કામગીરીની સમીક્ષા કરી હતી.