પોરબંદરઃ AAPએ ચાઈનીઝ બજારના લારી ધારકોને 2011ના ઠરાવ મુજબ જગ્યા ફાળવવા માટે માગ કરી
પોરબંદરઃ શહેરમાં અવારનવાર નગરપાલિકા દ્વારા ચોપાટી પાસે આવેલા પાર્ટી પ્લોટની બાજુમાં ચાઇનીઝ બજારમાં રેકડી રાખી વ્યવસાય કરતા લોકોને હટાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ 2011માં આ રેકડી ધારકોને આ જગ્યા પર રેકડી રાખવાની પરવાનગી આપવામાં આવી છે. જેના આધારે તે જગ્યા ફાળવવા શનિવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ માગ કરી હતી. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન રેકડી ધારકોનો ધંધા રોજગાર બંધ હતા જેથી તેનું વળતર ચૂકવવા માટે પ્રાદેશિક કમિશનર કચેરી રાજકોટ ખાતે રજૂઆત કરી હોવાનું આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું.