કોરોનાને લઈને પોલીસ જવાનનો ટિકટોક વીડિયો વાઇરલ...
સુરત: કોરોના વાઈરસના પગલે સમગ્ર ભારતભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસના એક જવાન દ્વારા ટિકટોક વીડિયો બનાવવામાં આવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ થઈ રહ્યો છે."કોઈ ઘર સે બહાર નહીં નિકલેગા,તોડ દેગે શરીર કા હર એક કોના કોના, નહીં હોને દેગે આપકો કોરોના" આવો વીડિયો વાયરલ થયો છે. જે વાયરલ વીડિયોને લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણ પાટીલ જોડે ETV Bharat દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.